સોરઠિયા દુહા/134

Revision as of 11:24, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|134|}} <poem> હાલ હૈડા જીરાણમેં, શેણાંને કરીયેં સાદ; મટ્ટીસેં મટ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


134

હાલ હૈડા જીરાણમેં, શેણાંને કરીયેં સાદ;
મટ્ટીસેં મટ્ટી મિલી, (તોય) હોંકારો દીયે હાડ.

ઓ મારા હૃદય, ચાલો સ્મશાનમાં! ત્યાં જઈ સજણને સાદ કરીએ. ભલે એની માટી માટીમાં મળી ગઈ — પણ એનાં હાડકાં તો હજુ પડ્યાં છે ને? એ હાડકાં ઊઠીને હોંકારો દેશે.