સોરઠિયા દુહા/139

Revision as of 11:29, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|139|}} <poem> ઊંડા સમંદ અનેક, મોતીના ખાવણ મિલે; હંસને વાલું એક, માન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


139

ઊંડા સમંદ અનેક, મોતીના ખાવણ મિલે;
હંસને વાલું એક, માનસરોવર મોતિયા.

એવા ઊંડા સમુદ્ર તો અનેક છે, કે જ્યાં મોતીનો ચારો મળી રહે, પણ હે મોતિયા! હંસને તો એક એનું માનસરોવર જ વહાલું છે; એને છોડીને એ બીજે ક્યાંય જતો નથી.