સોરઠિયા દુહા/146

Revision as of 11:50, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|146|}} <poem> વંકા રહેજો વાલમા! વંકા આદર હોય; વંકા વનનાં લાકડાં, કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


146

વંકા રહેજો વાલમા! વંકા આદર હોય;
વંકા વનનાં લાકડાં, કાપી ન શકે કોય.

હે વાલમ! તમે વંકા — બંકડા, સ્વમાની રહેજો, માન ને મરોડ મૂકશો નહિ. વંકાને જ આદરમાન મળે છે. વનમાં જે લાકડાં વંકા — વાંકદાર હોય છે તેને કોઈ કાપી શકતું નથી. એ રીતે તમે પણ જો માન સાચવીને રહેશો તો કોઈ તમને ઉવેખી કે ડરાવી દબાવી નહિ શકે.