સોરઠિયા દુહા/153

Revision as of 12:09, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|153 |}} <poem> જોતાં જેની વાટ, સજણાં તે સામાં મળ્યાં; ઊઘડ્યાં હૈયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


153

જોતાં જેની વાટ, સજણાં તે સામાં મળ્યાં;
ઊઘડ્યાં હૈયાનાં હાટ, કામ ન પડિયાં કુંચીનાં.

કેટલાય દિવસથી એકલી પડેલી સ્ત્રીના સૂના હૈયાનાં બારણાં બિડાઈ ગયાં હતાં. એવામાં એ જેને ઝંખતી હતી તે પિયુ ઓચિંતાના આવી પહોંચતાં વગર ચાવીએ અંતરનાં તાળાં ઊઘડી ગયાં, હૈયાનાં કમાડ આપોઆપ ખુલ્લાં મુકાઈ ગયાં.