કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૭.છેવટે

Revision as of 07:00, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭.છેવટે|}} <poem> લાગ્યું : અજાણ્યા ઘરમાં ગયો છું પેસી. હજી તો પગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭.છેવટે

લાગ્યું : અજાણ્યા ઘરમાં ગયો છું
પેસી. હજી તો પગ મૂકતાંમાં
રડી રડી લોચન માંહ્ય ભીંતો;
કોની કને વાત કરુંય બેસી ?
ખાલી પડી દૃષ્ટ મહીં સમાતું
ના કૈં; ગઈ ચોક ભણી પુરાણે
ચબૂતરે, તેય ઊડી ગયો. ત્યાં
કો સ્પર્શતું લીંપણમાં રહીને
જવા કરું બ્હાર હું જ્યારે.
(અંગત, પૃ. ૮)