કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૪.હાઇકુ

Revision as of 10:55, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪.હાઇકુ|}} <poem> ૧ ગીત સાંભળી ડૂંડું ડોલ્યું, ઉપર ચકલી બેઠી....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૪.હાઇકુ


ગીત સાંભળી
ડૂંડું ડોલ્યું, ઉપર
ચકલી બેઠી.


રજાઈમાંથી
વાત ન આવે બ્હાર
શિયાળો આખો.


ગામથી છેટે
એક કૂવામાં બેઠી
તરસી સીમ.


અંધકારમાં
સૂરજ હરેફરે
આગિયો બની.
(અંગત, પૃ. ૩૮)