કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૭.કવિનું મૃત્યુ

Revision as of 09:02, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૭.કવિનું મૃત્યુ

લાભશંકર ઠાકર

રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને
ફફડતા હોઠ સુધી આવેલો
સૂકા કચડાતા પાંદડા જેવો
શબ્દોનો અસ્પષ્ટ લય
જરાક ઢોળાયો...
અને....
(બૂમ કાગળમાં કોરા, પૃ. ૭૦)