સોરઠિયા દુહા/8

Revision as of 05:25, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


8

ભલ્લ ઘોડા, વલ્લ વંકડા, હલ્લ બાંધવા હથિયાર;
ઝાઝી ફોજુંમાં ઝીંકવાં, મરવું એક જ વાર.

શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરતાં હોય : અહા! એવા સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી વાતે મરવાની — ઝંખના હોય છે.