સોરઠિયા દુહા/34

Revision as of 05:42, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


34

ટાઢી અગ્નિ વન ડસે, જળ પથરા વેરન્ત;
તરીયા રૂઠી જે કરે, (તે) દૈવે નહિ કરન્ત!

ટાઢી અગ્નિ — એટલે હિમ — આખા જંગલને ભરખી ખાય, અને પાણી પથ્થરને પણ વહેરી નાખે; પરંતુ સ્ત્રી જ્યારે રૂઠે છે ત્યારે એ એવો કોપ બતાવે છે કે વિધાતા પણ એવું ન કરી શકે!