સોરઠિયા દુહા/42

Revision as of 05:59, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


42

વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ;
વંકા વછેરા ત થીયે, પાણી પીએ જો કચ્છ.

ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવર, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા — બંકા બને છે.