સોરઠિયા દુહા/80

Revision as of 06:23, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


80

મણધર વિખ અણમાવ, મોટા નહ ધારે મગજ;
બીછ પૂછ બણાવ, રાખે સિર પર રાજિયા!

હે રાજિયા! પોતાની પાસે અમાપ વિષ હોવા છતાં મોટા મણિધર નાગો તે વિષશક્તિનો માથાપર ઠઠારો નથી કરતા, એ તો નાનકડો — નજીવા ઝેરવાળો — વીંછી જ આંકડો માથા પર ચડાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કરતો કરે છે.