સોરઠિયા દુહા/82

Revision as of 06:24, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


82

મચ્છ મહાજળ હોય, કિયે અવગુણે કઢ્ઢિયો?
છલકી છેહ દિયો, કે સાયરે સંઘર્યો નહિ?

અરે હે મોટા મચ્છ! તારું તો ઊંડાં બહોળાં સાગરજળમાં જ સ્થાન હોય, તું આંહીં ખાડીને કાંઠે ક્યાંથી? શું તને ખુદ તારા પાલક સાગરે જ ન સાચવ્યો?