સોરઠિયા દુહા/144

Revision as of 07:12, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


144

જોઈ વોરિયેં જાત, મરતાં લગ મેલે નહિ;
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.

હે માનવો! તું પ્રીત-સંબંધ જેનીતેની સાથે ન બાંધતો. કોઈ એવું જાતવંત માણસ શોધીને પછી જ એને પોતાનું બનાવજે કે જે સુખદુઃખમાં સદા તારી સાથે જ રહે. પટોળા પર પડેલી ભાત જેમ લૂગડું ફાટે તો પણ ઊડી જતી નથી તેમ એનાં પ્રીત-સંબંધ કાયમ પણ ટકી રહે.