શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૫. જેને માની અંદર

Revision as of 11:51, 8 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. જેને માની અંદર|}} <poem> જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૫. જેને માની અંદર


જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હાર!
જેની આશા હતી, તે જ અહીં તરવા નહીં તૈયાર,

હોડી લઈને હવે શું ફરવું?
મોતી લઈ શું કરવું?
ડૂબવાની બસ અહીં મજા છે,
કાંઠે નથી ઊતરવું?
જેની ઝંખા હતી ઉદયની, એનો નહીં અણસાર. –

બંધ કરી દઉં સઘળી બારી,
બંધ કરું સૌ મળવું;
મારે મારાં પગલાં લઈને
પાછા અંદર વળવું.
જેની પ્યાસા હતી મને તે મૃગજળનો અવતાર! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)