શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૮. તે ક્યાં છે?

Revision as of 13:19, 9 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૮. તે ક્યાં છે?|}} <poem> અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬૮. તે ક્યાં છે?


અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?

પગલી જેની, એનાં મારે
ચરણ જોઈએ ચરણ;
જેની અડતી નજર, થવું છે
એ આંખોનું સ્વપન!
જળમાં જેનાં વમળો એનાં કમળો ક્યાં છે? ક્યાં છે?

જેને સુમિરણ ચિત્ત ચમકતું
એને પૂરા પરશવું;
ચિદાકાશમાં છવાય, તેની
ચંદની થઈ વરસવું!
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪)