શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૧. આ માટીમાં
Revision as of 13:23, 9 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૧. આ માટીમાં|}} <poem> આ માટીમાં મૂળિયાં છે ને આ માટીમાં મંન; આ મ...")
૭૧. આ માટીમાં
આ માટીમાં મૂળિયાં છે ને આ માટીમાં મંન;
આ માટીમાં જેમ ઊતરીએ, લહીએ એમ ગગંન!
મૂળિયાં જ્યારે માટી ચૂમે,
ડાળે તાજાં પાન;
મૂળિયાં વાટે ચઢતા રસની
ફળમાં રસબસ લ્હાણ!
મૂળિયાંની માટીનું લહેરે પુષ્પે રમ્ય ગવંન! –
આ માટીની સોડમ એવી,
પ્રાણે તાજપ સીંચે;
આ માટીની મસ્તી કેવી
પાને પાને હીંચે!
આ માટીને કણ કણ કોળે માધવનું મધુવંન! –
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૫૭)