શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૬. બારી ખોલી

Revision as of 13:38, 9 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૬. બારી ખોલી|}} <poem> બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું, વૃક્ષ ઉઘાડી ફૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭૬. બારી ખોલી


બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું,
વૃક્ષ ઉઘાડી ફૂલ ખીલવ્યું,
ફૂલ ખીલવી સૂર્ય જગાડ્યો.
સૂર્ય જગાડી નભને ખોલ્યું,
નભ ખોલીને પાંખ ઉઘાડી.
પાંખ ઊઘડતાં પંખી ઊડ્યું:
ટહુકા અંદર બહાર!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)