શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઝાડ રે ઝાડ!

Revision as of 12:21, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાડ રે ઝાડ!|}} <poem> ઝાડ રે ઝાડ! તું ઈશ્વરનો પાડ! તારાં માટીમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઝાડ રે ઝાડ!


ઝાડ રે ઝાડ!
તું ઈશ્વરનો પાડ!

તારાં માટીમાં મૂળ,
તારે ડાળ ડાળ ફૂલ.

તારું થડ છે ટટાર,
તારે પાંદડાં અપાર.

તને મીઠાં ફળ થાય,
બધાં હોંશભેર ખાય.

તું ધરતીનું બાલ,
તને કરતાં સૌ વ્હાલ.

ઝાડ રે ઝાડ!
તારો દુનિયા પર પાડ!

*