શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/શુભ ભાવમાં ઠરીએ
Revision as of 12:48, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શુભ ભાવમાં ઠરીએ|}} <poem> ઉભડક ઉભડક કશું ન કરીએ, કરીએ કામ નિરાંત...")
શુભ ભાવમાં ઠરીએ
ઉભડક ઉભડક કશું ન કરીએ,
કરીએ કામ નિરાંતે;
ધરતીમાનો ખોળો મળિયો,
ખૂંદીએ એને ખાંતે. —
રોજ સવારે નમી સૂર્યને,
બેસી પદ્માસનમાં;
હેતે કરીએ યાદ હરિને,
સદ્ગુણ રહે સ્મરણમાં. —
રોજ સ્નાન કરીએ બેસીને,
પાવન તીર્થો સ્મરીએ;
ભોજન કરીએ બેસી પાટલે,
ચિત્તે શાંતિ ધરીએ. —
કથા-શ્રવણ ને વાચન-લેખન
ટટાર બેસી કરીએ,
સૂતાં પહેલાં ટટાર બેસી,
શુભ ભાવમાં ઠરીએ.