કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૬. જેઠ વદમાં

Revision as of 12:55, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. જેઠ વદમાં|}} <poem> આંખો મત્ત, ત્રપાભરી તરસની તૃષ્ણાભરી તોર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૬. જેઠ વદમાં


આંખો મત્ત, ત્રપાભરી તરસની તૃષ્ણાભરી તોરીલી,
હૈયું જોબનદાહને જીરવવા કૈં ધાય, મૂંઝાય કૈંઃ
એવી કો ભરજોબના સરીખડી કામાતુરા, વિહ્વલા
ધીંગી આજ ધરા ધખે, રસબસે ભીંજાઈ જાવા ચહે –
– ઓ ઝૂકી પડ મેઘ! ત્રાટક અલી ઓ વીજળી! તુંય તે!
(દીપ્તિ, પૃ. ૧૦૮)