પરિભ્રમણ ખંડ 2/ઝાડપાંદની પૂજા

Revision as of 10:47, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાડપાંદની પૂજા|}} <poem> ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્યારે ઊગશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઝાડપાંદની પૂજા


ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ [1] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ



  1. અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.