સ્થાન : કોમલમીરની ઝાડીમાં, ભવાનીનું મંદિર. સમય : વહેલા પ્રભાતે.
[રાણો પ્રતાપ પોતાના સરદારો પાસે શપથ લેવડાવે છે. ભવાનીની મૂર્તિ પાસે કુલપુરોહિત ઊભો છે. ભવાનીના સમક્ષ રાણો પ્રતાપ અને રજપૂત સરદારો ઘૂંટણ પર બેસી, ભોંય પડેલી તરવારોને સ્પર્શ કરતા ઝૂકેલા છે.]
પ્રતાપ :
|
ત્યારે હવે ભવાનીની સાક્ષીએ શપથ લ્યો.
|
પ્રતાપ :
|
બોલો, કે અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
|
બધા :
|
અમે ચિતોડને ખાતર જરૂર પડશે તો જીવ કાઢી દેશું.
|
પ્રતાપ :
|
બોલો, જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
|
બધા :
|
જ્યાં સુધી ચિતોડ ન જિતાય —
|
પ્રતાપ :
|
ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
|
બધા :
|
ત્યાં સુધી ખાખરાના પાનમાં અનાજ ખાશું.
|
પ્રતાપ :
|
ત્યાં સુધી દર્ભની પથારી કરશું.
|
બધા :
|
દર્ભની પથારી કરશું.
|
પ્રતાપ :
|
ત્યાં સુધી વસ્ત્રાભૂષણો અળગાં રાખશું, વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
|
બધા :
|
વસ્ત્રાભૂષણો અળગાં રાખશું; વિલાસના કોઈ સાધન તરફ નજર ન કરશું.
|
પ્રતાપ :
|
અને શપથ લ્યો, કે જીવશું ત્યાં સુધી તો શું પણ વંશપરંપરા સુધી, જીવ જાય તોયે ગુલામી નહિ કરીએ.
|
[પુરોહિત ‘સ્વસ્તિ સ્વસ્તિ’ કહીને પુણ્ય-જળની અંજલિ છાંટી. પ્રતાપ ઊઠીને ઊભો થયો. સરદારો પણ ઊઠ્યા. સરદારોને સંબોધીને પ્રતાપ બોલે છે.]
પ્રતાપ :
|
ભૂલશો મા, રજપૂત સરદારો! કે આજ માડીની સાક્ષીએ, પોતપોતાની સમશેરની સ્પર્શ કરીને તમે આ શપથ લીધા છે, સાવધાન! એ શપથ કદી ન તૂટે.
|
બધા :
|
ધડથી માથું નોખું થાય તોપણ નહિ, રાણા!
|
[સરદારો ચાલ્યા ગયા. ઉશ્કેરાયેલો પ્રતાપ મંદિરની સન્મુખ ટહેલવા લાગ્યો. કુલપુરોહિત પ્રથમની માફક ચૂપચાપ ઊભો હતો. પળવાર પછી પુરોહિત બૂમ પાડે છે.]
પુરોહિત :
|
રાણા, લીધેલું વ્રત પળાશે કે?
|
પ્રતાપ :
|
ન પળાય તો લઉં શા માટે, ગુરુ!
|
પુરોહિત :
|
આશીર્વાદ છે મારા, કે એ શપથ પાર ઊતરો!
|
[પુરોહિત જાય છે, પ્રતાપ ટહેલતો ટહેલતો સ્વગત બોલે છે.]
પ્રતાપ :
|
અકબર! અધર્મ યુદ્ધ કરીને, છૂપી રીતે જયમલનો વધ કરીને તેં ચિતોડનો કબજો લીધો છે. પરંતુ અમે તો ક્ષત્રિયનાં બાળક. બાવડાંમાં બળ હશે તો ધર્મયુદ્ધ ખેડીને ચિતોડ ઘેર કરશું; પણ અધર્મ યુદ્ધ નહિ કરીએ. તું મોગલ : બહુ દૂર દેશથી ચાલ્યો આવે છે. આંહીં આવીને કંઈક શીખી જા; શીખી જા કે એકાગ્રતા, સહિષ્ણુતા અને સાચાં શૌર્ય કોને કહેવાય; શીખી જા, ઓ વિદેશી! કે સ્વદેશને ખાતર પ્રાણ શી રીતે કાઢી દેવાય.
|
[પછી પ્રતાપ દેવીની સામે હાથ જોડી ઘૂંટણીએ પડે છે.]
{{Ps
પ્રતાપ :
|ઓ માડી! એવું કરજે કે આ શપથ પાર ઊતરે, ધર્મનો જય થાય અને મહત્તા સદા મહાન જ રહે.
}}
[ઊઠીને પાછળ જુએ તો નાનો ભાઈ શક્તસિંહ ઊભેલો.]
}}
{{Ps