ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અગરચંદ

Revision as of 07:07, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અગરચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હરખચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. ‘રામદેવજીરો સલોકો’ (ર.ઈ. ૧૭૫૪) હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ’ (ર. ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, ભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની ‘જંબુદ્વીપવર્ણનગર્ભિતસીમંધરજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧ . જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. પ્રવિસ્તસંગ્રહ. [કી.જો., શ્ર.ત્રિ.]