ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમર-અમર મુનિ

Revision as of 09:24, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અમર/અમર(મુનિ) : અમરને નામે ૬ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (મુ.) અને અમર-મુનિને નામે ૫ કડીની ‘દેવકુમાર-સઝાય’ (લે. ઈ.૧૮૧૩) એ જૈન કૃતિઓ મળે છે, પણ આ અમર/અમર-મુનિ કયા છે તે નક્કી થઈ શક્તું નથી. અમરને નામે કેટલાંક પદ નોંધાયેલાં છે તે કોઈ જૈનેતર કવિ જણાય છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]