ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદ મુનિ-૫
Revision as of 13:27, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદ(મુનિ)-૫'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંક...")
આણંદ(મુનિ)-૫ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ત્રિલોકસિંહના શિષ્ય. ૪૭ કડીના ‘ગણિતસાર’ (ર. ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, શ્રાવણ-), ૪ ખંડ અને ૩૧ ઢાળના ‘હરિવંશ-ચરિત્ર’ (ર. ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, કારતક સુદ ૧૫, સોમવાર) તથા શિવજી-ઋષિના આચાર્યકાળ (ઈ.૧૬૩૨-ઈ.૧૬૭૭) દરમ્યાન રચાયેલ ૧૪ કડીના ‘શિવજી-આચાર્યનો સલોકો’ના કર્તા. દિલ્હીમાં રચાયેલી પહેલી કૃતિમાં હિંદી ભાષાની અસર છે. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]