ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ-આનંદ મુનિ-આણંદ-આણંદો

Revision as of 05:45, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આનંદ/આનંદ(મુનિ)/આણંદ/આણંદો : આણંદ અને આનંદ-મુનિ આ નામોથી ‘મહાવીરજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૫૧), ‘જૂગટું ન રમવા વિશે સઝાય/ સોગઠાં-સઝાય’ (લે. ઈ.૧૮૧૩; મુ.), ૭ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૧૮ કડીની ‘તમાકુની સઝાય’ (મુ.) અને બીજી કેટલીક ગુજરાતી-હિન્દી જૈન કૃતિઓ (કેટલીક મુ.) મળે છે તે કયા કવિ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. આનંદ અને આણંદોને નામે કેટલાંક કૃષ્ણવિષયક અને અન્ય પદો મળે છે તે જૈનેતર કર્તા હોઈ શકે. એ કર્તા કોણ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : ૧ જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી; ૫. લીહસૂચી; ૬. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]