ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉમર બાવા

Revision as of 08:56, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉમર(બાવા)'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉમર(બાવા) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીનના શિષ્ય અભરામબાવા(ઈ.૧૭૦૦ આસપાસ હયાત)ના શિષ્ય. લુહારી, સુથાર જેવા વિવિધ વ્યવસાયોનાં દૃષ્ટાંતો તથા ક્વચિત્ અવળવાણીની મદદથી અદ્વૈતવાદ, યોગાનુભવ અને પ્રેમલક્ષણાભક્તિના મર્મનું સચોટ નિરૂપણ કરતાં તેમનાં કેટલાંક ભજનો તથા ગરબા મુદ્રિત મળે છે. એમનાં કાવ્યોની ભાષામાં હિંદીની છાંટ છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]