ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કતીબશા બાદશાહ

Revision as of 13:30, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કતીબશા (બાદશાહ) [ઈ.૧૪૫૦ આસપાસ] : પૂરું નામ કુતુબુદ્દીન હોવાની સંભાવના. અજમેરમાં કતીબશાનું નામ ‘બડાપીરકા તકિયા’ નામથી જાણીતું હતું. રામદેવ-પીરના ભક્તો મારફતે એમને પરચો મળેલો અને હૃદયપરિવર્તન થયેલું એવી કથા મળે છે. રૂપાદે-માલદે, જેસલ-તોરલ, નવનાથ, રામદેવ-પીર સાથે જ ભજનસૃષ્ટિમાં એમનું સ્થાન છે. રાણા માલદેને સંબોધીને રચેલું ૧ ભજન (મુ.) તેમના નામે મળે છે. કૃતિ : આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.). સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ સાયલાકર, ઈ.૧૯૮૦. [નિ.વો.]