ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકવિજય ગણિ-૨

Revision as of 08:33, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કનકવિજય(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજય-વૃદ્ધિવિજયના શિષ્ય. ‘રત્નાકરપંચવિંશતિ-સ્તવ-ભાવાર્થ’ (લે. ઈ.૧૬૭૬, સ્વલિખિત) તથા વિજાપુર સંધે વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ને કરેલી વિજ્ઞપ્તિકાના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[વ.દ.]