ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુબેર-૧-કુબેરદાસ

Revision as of 07:19, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુબેર-૧/કુબેરદાસ'''</span> [ઈ.૧૬૫૪માં હયાત] : કેટલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુબેર-૧/કુબેરદાસ [ઈ.૧૬૫૪માં હયાત] : કેટલાક સંદર્ભોમાં ખંભાતના વતની તરીકે ઓળખાવાયેલા આ કવિની ‘લક્ષ્મણાહરણ/સાંબકુંવરનું આખ્યાન’ તથા ‘સુરખાહરણ’ એ ૨ કૃતિઓ નોંધાયેલી મળે છે. તેમાંથી ‘લક્ષ્મણાહરણ’ની ૨.ઈ.૧૬૫૪ પણ અમુક સ્થાને નોંધાયેલી મળે છે. કવિઓળખ અને તેનો સમય જોતાં ‘કુંવર’ને સ્થાને ‘કુબેર’ વંચાયું હોય અને આ કૃતિઓ ખંભાતના વતની કુંવરની હોય એવી સંભાવના રહે છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭ - ‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૪. ગૂહાયાદી. [ચ.શે.]