ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલાભ

Revision as of 09:05, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુશલાભ : ગુરુપરંપરાના નિર્દેશ વિનાની કેટલીક કૃતિઓ, રૂઢ મતને સ્વીકારીને, કુશલલાભ-૧ને નામે મૂકવામાં આવી છે તે ઉપરાંત કુશલલાભને નામે ઈ.૧૫૮૮માં આચાર્ય જિનચંદ્રસૂરિની નિશ્રામાં નીકળેલ સંઘનું વર્ણન કરતી અને ૭૫ કડીએ અપૂર્ણ પ્રાપ્ત થતી ‘સંઘપતિસોમજીસંઘ-ચૈત્યપરિપાટી’; ૨૧ કડીની ‘દેશાવરીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૮૧૩) અને ‘માયા-સઝાય’ એ કૃતિઓ પણ કુશલલાભ-૧ની હોવાની શક્યતા છે. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨ - ‘સંઘપતિ સોમજી સંઘ ચૈત્યપરિપાટિકા ઐતિહાસિક-સાર’, ભંવરલાલજી નાહટા;  ૨. લીંહસૂચી.[ક.શે.]