અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો
Revision as of 07:09, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સાહ્યબો મારો ગુલાબનો છોડ, {{space}}વેલી હું તો લવંગની.<br> ઊડશું જીવનમા...")
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.
(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૦૩)