ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-૫

Revision as of 09:08, 4 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ક્હાન-૫ [ઈ.૧૬૭૫ સુધીમાં] : જીવા ભટ્ટના પુત્ર. થામણાના નિવાસી. ભુજંગપ્રયાતમાં રચાયેલ ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ (લે.ઈ.૧૬૭૫; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧ (+સં.). [ર.સો.]