અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/ખપના દિલાસા શા?
Revision as of 08:40, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> જતાં મદફન તરફ ઘરની બજવવાં ઢોલતાસાં શાં? બજવવાં ઢોલતાસાં શાં? ઊજવ...")
જતાં મદફન તરફ ઘરની બજવવાં ઢોલતાસાં શાં?
બજવવાં ઢોલતાસાં શાં? ઊજવવા આ તમાશા શા?
થતાં પ્હેલાં ઝભે મુજને હતું ના કોઈ ઓળખતું,
કબર આગળ હવે મારી ફૂલો, સાકર, પતાસાં શાં?
ગયો રમનાર વેચાઈ સદાની બેનસીબીને,
પછીથી નાખવા તેને ઉપર શતરંજ પાસા શા?
બીજાને કાજ તો એકે હતો હરગિજ મુકાયો ના—
કહો, પોતાની હાલત પર પછી મૂકવા નિસાસા શા?
દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?
ન આપ્યો પ્રેમ તો મુજને — હવે ખપના દિલાસા શા?
(પ્રભાતનર્મદા, ૧૯૪૦, પૃ. ૬૦)