ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચરણપ્રમોદ-ચરણપ્રમોદશિષ્ય

Revision as of 09:22, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચરણપ્રમોદ/ચરણપ્રમોદશિષ્ય'''</span>[ઈ.૧૭૧૦ સુધીમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચરણપ્રમોદ/ચરણપ્રમોદશિષ્ય[ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. આ બંને નામથી મળતી ૧૦ કડીની ‘મધુબિંદુની સઝાય’ (લે.ઈ.૧૭૧૦; મુ.)માં “ચરણપ્રમોદ સુશિષ્ય જંપે” એવી પંક્તિને કારણે કર્તા ચરણપ્રમોદ કે એના શિષ્ય છે તે વિશે અસ્પષ્ટતા રહે છે. આ ઉપરાંત ચરણપ્રમોદશિષ્યને નામે ૧૪ કડીની ‘વ્યવહારસ્થાપન-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૩ કડીની ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘પાર્શ્વનાથ-છંદ’ એ કૃતિઓ નોંધાયેલી છે. કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[કી.જો.]