ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંપ
Revision as of 09:31, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંપ'''</span> [ ]: સંભવત: શ્રાવક. ૨૪૩ ક...")
ચંપ [ ]: સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં. ૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે. સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૨. જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]