સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ચોટ ગોઝારી

Revision as of 05:26, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી; અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી...
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી...
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!...
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...