ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જનદાસ

Revision as of 10:35, 10 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જનદાસ'''</span> [ઈ.૧૬૨૧માં હયાત] : ગોપિકાના કૃષ્ણ પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જનદાસ [ઈ.૧૬૨૧માં હયાત] : ગોપિકાના કૃષ્ણ પરના પત્ર રૂપે રચાયેલા ૪૧ કડીના એમના કાવ્ય(ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, માગશર સુદ-, સોમવાર)માં આખા દશમસ્કંધનો સાર આવી જાય છે. જનદાસને નામે વ્રજ-ગુજરાતી પદો નોંધાયેલાં છે તે આ જ કવિનાં છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[કી.જો.]