ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જનાર્દન-૧

Revision as of 10:36, 10 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જનાર્દન-૧'''</span> [ઈ.૧૪૯૨માં હયાત] : અવટંકે ત્રવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જનાર્દન-૧ [ઈ.૧૪૯૨માં હયાત] : અવટંકે ત્રવાડી, નિમ્બાના પુત્ર. જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. પોતાની કૃતિ ‘ઉષાહરણ’ એમણે અમરાવતીમાં રચી છે, એ પરથી એ અમરાવતી(ઉમરેશઠ)ના વતની હોવાનું અનુમાન થયું છે. કડવાબદ્ધ આખ્યાનપદ્ધતિના આરંભના સમયના ગણાતા એમના ‘ઉષાહરણ’ (ર.ઈ.૧૪૯૨/સં. ૧૫૪૮, અધિક કારતક - ૧૧, ગુરુવાર; મુ-)માં ‘કડવાં’ નામધારી નાનાંનાનાં ૩૨ પદો અને ૨૨૨ કડી છે. એમણે પ્રયોજેલા આઠેક વિવિધ દેશીબંધો અને આંતરપ્રાસવાળી રચના કાવ્યની વિશેષતાઓ ગણાય. આ ઉપરાંત, ‘દૂતી-સંવાદ’ (લે.ઈ.૧૬૮૭) પણ એમને નામે નોંધાયેલ છે. કૃતિ : પંગુકાવ્ય. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨;૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી. [ર.સો.]