અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/એક સવારે

Revision as of 11:21, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી? વસંતની ફૂલમાળા પ્હેરી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

         એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?

વસંતની ફૂલમાળા પ્હેરી,
         કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
         કોણ ગયું ઉર પેસી? મુજને.

કિરણ તણી કોમળ અંગુલિએ
         મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
         સોનલ એના સ્નેહસુહાગે
                  કોણ રહ્યું ઠમકારી? મુજને.

(વસુધા, ૧૯૬૪, પૃ. ૫)