ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિમલ-૨

Revision as of 11:30, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિતવિમલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, મહા વદ ૩, મંગળ/શુક્રવાર; મુ.), ૬ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, ચૈત્ર સુદ ૧૫, સોમવાર; મુ.), ૯ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, ચૈત્ર વદ ૨, બુધવાર; મુ.), ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, ચૈત્ર સુદ ૧૫, રવિવાર; મુ.) તથા અન્ય કેટલાંક મુદ્રિત સ્તવનોના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૨. શંસ્તવનાવલી. [ર.સો.]