ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનમાણિક્ય

Revision as of 11:40, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનમાણિક્ય [               ]: ૨૧ કડીના ‘શીતલનાથ-સ્તવન’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’એ કર્તાને ખરતરગચ્છના જિનમાણિક્ય (જ. ઈ.૧૪૯૩ - અવ. ઈ. ૧૫૫૬) ગણ્યા છે પરંતુ તે માટે કૃતિમાં કશો આધાર નથી. સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]