ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસાધુ સૂરિ-સાધુકીર્તિ

Revision as of 11:48, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનસાધુ(સૂરિ)/સાધુકીર્તિ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : વડપગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિ (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ઈ.૧૫૨૩માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. ૩૨૩ કડીની ‘ભરત-બાહુબલિ-રાસ’ અને ૫૦ કડીની ‘મૃગાવતી-સઝાય’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]