ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનહંસ સૂરિ

Revision as of 12:42, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનહંસ(સૂરિ) [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘ઋષિમંડન પ્રકરણ’ (ર.ઈ.૧૫૦૩) અને ‘ઉત્તમકુમાર-રાસ’(ર.ઈ.૧૫૨૪)ના કર્તા. કૃતિનો રચનાસમય જોતાં આ કવિ ખરતરગચ્છના જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિ (જ. ઈ.૧૪૬૮ - અવ. ઈ.૧૫૨૬) હોવાની સંભાવના છે. આ જિનહંસસૂરિ સેત્રાવાના વતની. ચોપડા-ગોત્રીય મેઘરાજના પુત્ર હતા. માતા કમલાદેવી. દીક્ષા ઈ.૧૪૭૯માં દીક્ષાનામ ધર્મરંગ. સૂરિપદ ઈ.૧૪૯૯.ભટ્ટારકપદ ઈ.૧૫૦૦. આ આચાર્યે બાદશાહ સિકંદર લોદીને પ્રભાવિત કરેલા. અવસાન પાટણમાં. એમણે સંસ્કૃતમાં ‘આચારાંગ સૂત્ર દીપિકા’ (ર.ઈ.૧૫૨૬) રચેલી છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨; ૩. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. ડિકૅટલૉગભાવિ; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]