ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલસીદાસ-૨-તુલસીદાસસુત

Revision as of 07:26, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તુલસીદાસ-૨/તુલસીદાસસુત [ઈ.૧૮૦૧માં હયાત] : ‘સીતા-સ્વયંવર’ તથા રામવિવાહની વિધિનું વર્ણન કરતી ૧૭ કડવાં/ધોળની ‘જાનકીવિવાહ/રામચંદ્રવિવાહ/સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, વૈશાખ-, મંગળવાર; મુ.)ના કર્તા. કેટલાંક કડવાંને અંતે ‘તુલસીદાસના સ્વામી’ એવી નામછાપ ધરાવતી આ કૃતિની ૧ હસ્તપ્રત તથા ૧ મુદ્રિત વાચના અંતે ‘તુલસીદાસસુત’ એવી છાપ પણ ધરાવે છે. કૃતિ : ૧. સીતાસ્વયંવર, સં. ત્રિભુવનદાસ અ. મહેતા (ઈ.૧૯૦૧);  ૨. નકાદોહન (માત્ર ૮ કડવાં). સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી.[ચ.શે.]