ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપ-દીપો

Revision as of 09:45, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપ/દીપો '''</span>: દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દીપ/દીપો : દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિજ્યરત્નસૂરિને પધારવાની વિનંતીનો સંદેશો ધરાવતી લાલિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના રાજ્યકાળ (ઈ.૧૬૭૬-ઈ.૧૭૧૭)ના કોઈ દીપ-જણાય છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.સો.]