ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્ય-૨

Revision as of 12:30, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દાનવિજ્ય-૨  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત તેજવિજ્યના શિષ્ય. ૬૨ કડીના ‘સપ્તભંગીગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, વૈશાખ-), ૯૩ કડીની ‘પ્રતિક્રમણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪) તથા ‘ચૌદગુણ સ્થાન-સઝાય’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, આસોવદ ૧૩, રવિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ અને આ પછીના દાનવિજ્યને એક ગણ્યા છે. પરંતુ કવિનામછાપ સ્પષ્ટપણે જુદી પડતી હોવાની બંને કવિઓ જુદા છે એમ માનવું જોઈએ. સંદર્ભ : જૈગૂકવિઓ; ૨, ૩(૨).[ર.ર.દ.]