ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્નસૂરિશિષ્ય

Revision as of 13:19, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવરત્નસૂરિશિષ્ય [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. આગમગચ્છના દેવરત્નસૂરિના શિષ્ય. ફાગ, રાસ, અઢૈયુ અને આંદોલાનો વિનિયોગ કરતા અને ‘કાવ્યમ્’ નામથી સંસ્કૃત શ્લોકો ગૂંથતા આ કવિના ૬૫ કડીના ‘દેવરત્નસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૪૩; મુ.)માં દેવરત્નસૂરિની ટૂંકી ચરિત્રરેખા આપવામાં આવી છે અને વસંતવર્ણન સાથે એમણે કરેલા કામવિજ્યનો મહિમા ગાવામાં આવ્યો છે. કૃતિ : જૈએકાસંચય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]