ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધ્યાનનાથ
Revision as of 12:48, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્યાનનાથ'''</span> [ ] : માર્ગીપંથના કવિ. રાણી રૂપ...")
ધ્યાનનાથ [ ] : માર્ગીપંથના કવિ. રાણી રૂપાંદે, રાણી તારામતી, સતી તોરલ, શેઠાણી સંઘાવતી, માતા કુંતી અને સતી દ્રૌપદીનાં દૃષ્ટાંત દ્વારા એ સતી સ્ત્રીઓએ એમની સાથેના પુરુષોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો એનું નિરૂપણ કરી સતીત્વનો ઉપદેશ આપતા ૧૨ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૮૯૨. [ર.ર.દ.]