ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય-૨

Revision as of 13:12, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધીરવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં હંસવિજ્યના શિષ્ય. સુરતના પારેખ વનમાળીદાસે ઈ.૧૭૦૦માં કાઢેલા શત્રુંજ્યના સંઘનું વર્ણન કરતા ૧૭ કડીના ‘શત્રુંજ્યમંડન-આદીશ્વરજિન-સ્તવન’ (મુ.), ૪ ઢાળ અને ૫૧ કડીના ‘ત્રિભુવન-સ્તવન/શાશ્વત-જિન-તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯/સં.૧૭૭૫, આસો વદ ૩૦; મુ.), ૪ કડીની ‘રોહિણીતપની સ્તુતિ’ (મુ.), ૭ કડીની ‘જન્મનમસ્કાર’ (મુ.), ૧૬ કડીની ‘અતીતઅનાગત-વર્તમાનજિનચોવીસી-સ્તવન’, ૨૧ કડીના ‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’, ‘મૌનએકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ના કર્તા.‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’ તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ ભૂલથી કુંવરવિજ્યશિષ્ય ધીરવિજ્યને નામે મુકાયેલી છે અને ત્યાં ‘જ્ઞાનપંચમી-સ્તબક’ની ખોટી ર.સં.૧૬૬૫ પણ નોંધાયેલી છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૧૯; ૩. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦ ૪. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૩૯ - ‘મુનિશ્રી ધીરવિજ્યજી વિરચિત શાશ્વત તીર્થમાલા સ્તવન’, સં. મણિલાલ કેસરીચંદ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]